Rayfale Rahda Ramade - Mahesh Vanzara Song Credits :-


Song - Rayfale Rahda Ramade

Singer - Mahesh Vanzara

Lyrics - Anil Meer & Ramesh Vanchiya & Pintu Bharwad

Label - Gujrati Song



એ વાતો કરે વાયડા કરી બતાવે ભાયડા

બોલીને ફરી જાય એને કીધા બજારના બાયલા

હા વાતો કરે વાયડા કરી બતાવે ભાયડા

બોલીને બગાડે એને કીધા બજારના બાયલા


એ મોઢે મીઠાને અંદર બળે મારા બેટા

હા મોઢે મીઠાને અંદર બળે મારા બેટા

એવા ભડવાને અમે રાખીયે અલ્યા સેટા

રાયફલે

રાયફલે

રાયફલે રાહડા રમાડે એ ભાયું મારા ગોમને નચાવે

હા તલવારના તોરણ હજાવે આ હાવજ મારા ધારે ઈને મારે


હો  માથા ભારે રાખી અમે એક એક ભાઈ

ધ્યાન રાખી ફરજો તમારા બારમા નો થઇ જાય

હો મોઢે મીઠાને અંદર હાવ પેટે મેલા

બધું જાણીયે અમે નથી ગોંડા ઘેલા

રાયફલે

રાયફલે

રાયફલે રાહડા રમાડે એ ભાયું મારા ભુપને નમાવે

હા મારા વાલા રાયફલે રાહડા રમાડે આ હાવજ મારા એરીયો ધ્રુજાવે


હા નથી અમે સી.એમ.ના મોદી હારે નાતો

અધમણ કાળજાની અમારી છે વાતો

હો ...તારા જેવા ભાઈ હારે દિલથી દિલનો નાતો

મરદની કદી ના હોઈ મોળી રે વાતો

હો નાના ભઈ મોટા ભઈ સંપ રાખીયે

કોઈના રે ચડાવ્યે આમ ના રે ચડીયે

હો શીશ કાપઈની ધડ જેના લડતા

ગરવી ગુજરાતમાં ગોવાળ એવા મળતા

લાકડીએ

લાકડીએ

લાકડીયુને લોહી રે ચખાડે જીવ જોખમે પણ ગાયોને બચાવે

હા મારા વાલા રાયફલે રાહડા રમાડે આ હાવજ મારા બજારને ડોલાવે


હો ખરા ખરીના ખેલે સાથ ચોડે એ નમાયા

માનુ ઠાકર પાડ ભાઈબંધ ભાયડા મળાયા

હો ...મહેશ વણઝારાના ભયો છે સવાયા

હાવજોના ગીતો મારા કંઠે રે ગવાયા

હો વગર વાંકે અમે ના કોઈને નડીયે

નડે એના તાંબડતોડ ફેંસલા કરીયે


અરે ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહિયે

ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહિયે

દિલમેં હા 

દિલમેં હા

દિલમેં જીગર હોના ચાહિયે હઠીલા મારા ગોઠયા ના ગાઠે

હા મારા વાલા રાયફલે રાહડા રમાડે આ હાવજ મારા બજારને ડોલાવે

અરે અરે રાયફલે રાહડા રમાડે આ હાવજ મારા માથા રે ભારે


Listen on :-