Amar Prem- Mahesh Vanzara Lyrics in Gujarati

 Amar Prem- Mahesh Vanzara Song Credits :-


Song - Amar Prem

Singer - Mahesh Vanzara

Lyrics - Ramesh Vachiya, Harjit Panesar

Label - Gujrati Song



કે ખોળિયું મારુ પણ તમે મારી જાન છો
કે દગાબાજી કરું તો રૂઠે મારો રામ જો
હા પ્રેમના પંથે તારો મારો અમર ઇતિહાસ જો
હું તારો છું ને તારો રહેવાનો હા ભરોસો ગોંડી રાખજો
કે ભરોસો ગોંડી રાખજો ...

હે પ્રેમ મારો હાચો છે કાયમ હાચો રહેશે
ઓ હો વાલી મારી પ્રેમ મારો હાચો છે કાયમ હાચો રહેશે
પ્રેમ મારો હાચો છે કાયમ હાચો રહેશે
તને ભૂલી જવ તો
હા હા તને ભૂલી જવ તો દુનિયા મને બેવફા રે કહેશે
હા હા તને ભૂલી જવ તો દુનિયા મને દગાબાજ કહેશે

હો તારી જગ્યા દિલમાં કોઈ ના લઈ શકે
મારા દિલથી તારું નામ ભુંસાઈ ના શકે
હા ગદારી કરું તો મારો રોમ ના રાજી રહેશે
દગાબાજી રે કરું તો મારો રોમ ના રાજી રહેશે
તને ભૂલી જવ તો
હા હા તને ભૂલી જવ તો દુનિયા મને બેવફા રે કહેશે
હો તને ભૂલી જવ તો દુનિયા મને મતલબી કહેશે

હો ચાલે છે આ પ્રેમ ભરોસાને આધારે
હાચો પ્રેમ પામવો કોઈ સેલી વાત ના રે
હા હા ચમકે છે આ ચાંદની ચાંદાને ઈશારે
મારી પણ આ શ્વાસો ચાલે તારા રે સહારે

હો દિલથી કર્યો પ્રેમ ઓછો ના થઈ શકે
તારા વિના મારી એક એક પલ ના જઈ શકે
હા સાતે રે જનમારે સાથ આપડો રે રહેશે
પ્રેમ કરનારા આપણા દાખલા રે દેશે
તને ભૂલી જવ તો
હા હા તને ભૂલી જવ તો દુનિયા મને બેવફા રે કહેશે
હા હા તને ભૂલી જવ તો દુનિયા મને ગદાર રે કહેશે

હા ચડતી ના રે વાલી તું કોઈના રે ચડાવે
અમર પ્રેમ તારો મારો જોઈ જગડા કરાવે
ધબકે મારુ દિલ વાલી તારા રે ધબકારે
તું જો રે રિસાઈ જશે તો જવું ક્યાં રે મારે

હો નબળો રે વિચાર સિંહની સિંહણ ના કરે
બોલ્યા પછી સિંહણ તારો સિંહ ના ફરે
હો તારા મારા જેવા પ્રેમની જગમાં ના જડશે
તને મને ભેળા જોઈ દુનિયા રે બળશે
તને ભૂલી જવ તો
હા હા તને ભૂલી જવ તો દુનિયા મને બેવફા રે કહેશે
હા હા તને ભૂલી જવ તો દુનિયા મને ગદાર રે કહેશે
હો તારા મારા પ્રેમના લોકો દાખલા રે દેશે
લોકો દાખલા રે દેશે ...

Listen on :-